🛡️ લેખિત સમય-બાંહેધરી: નોર્મલ 60 કામકાજના દિવસ · એક્સપ્રેસ 30 કામકાજના દિવસ — નહીંતર ચૂકવેલી સંપૂર્ણ રકમ પરત અને ગેઝેટ પણ પૂરું કરીશું  બાંહેધરી વાંચો →🛡️ લેખિત સમય-બાંહેધરી: નોર્મલ 60 કામકાજના દિવસ · એક્સપ્રેસ 30 કામકાજના દિવસ — નહીંતર ચૂકવેલી સંપૂર્ણ રકમ પરત અને ગેઝેટ પણ પૂરું કરીશું  બાંહેધરી વાંચો →🛡️ લેખિત સમય-બાંહેધરી: નોર્મલ 60 કામકાજના દિવસ · એક્સપ્રેસ 30 કામકાજના દિવસ — નહીંતર ચૂકવેલી સંપૂર્ણ રકમ પરત અને ગેઝેટ પણ પૂરું કરીશું  બાંહેધરી વાંચો →
📞 +91 94267 80195 🕒 સોમ–શનિ, સવારે 10 – સાંજે 7
★★★★★ 5.0 · 16 ગ્રાહકો દ્વારા રેટ કરાયેલ · Google સમીક્ષાઓ
હોમ› નોલેજ સેન્ટર› ગુજરાત ઈ-ગેઝેટ
નોલેજ સેન્ટર

ગુજરાત ઈ-ગેઝેટ — શોધો, સ્ટેટસ જુઓ, ડાઉનલોડ કરો

🛡️ Return થઈ કે ફાઇલ જ નથી થયું? અમે ફાઇલ કરીએ — ₹3,000 બધું સમાવિષ્ટ · 60 કામકાજના દિવસની લેખિત બાંહેધરી ↓

અધિકૃત ગેઝેટ ગુજરાત સરકારના પોર્ટલ egazette.gujarat.gov.in પર જ પ્રકાશિત થાય છે — જોવું અને ડાઉનલોડ કરવું મફત છે. અહીં આખી રીત સાદી ગુજરાતીમાં.

🗓️ Updated: September 20261250+ અરજીઓમાં સહાય9+ વર્ષનો અનુભવસરકાર-માન્ય CSC

કૉલ કરો: +91 94267 80195

ગેઝેટ નવું ભરવું છે કે ફરીથી ભરવું છે?

અરજી Return થઈ, કે નામ છપાયું જ નહીં? અમે યોગ્ય રીતે ફાઇલ કરી આપીએ.

મોટા ભાગની Return જોડણીના ફરક કે ફોર્મ સાથે ન મળતા સોગંદનામાને કારણે થાય છે. સોગંદનામું, ફોર્મ અને દસ્તાવેજો અમે તૈયાર કરીએ, સરકારી મુદ્રણાલયમાં ફાઇલ કરીએ અને છપાયેલી PDF તમને મોકલીએ. ગુજરાત ગેઝેટ નામ ફેરફારની આખી પ્રક્રિયા જુઓ →

  • ₹3,000 સામાન્ય · ₹5,500 એક્સપ્રેસ — બધું સમાવિષ્ટ. શક્ય વધારાનો ખર્ચ ફક્ત બે: છાપાની જાહેરાત (છાપાના દરે) અને કેટલાક કેસમાં વધારાનું સોગંદનામું — પૈસા ભરતાં પહેલાં લેખિતમાં જણાવીએ. ફી જુઓ →
  • 🛡️ સામાન્યમાં 60 કામકાજના દિવસ, એક્સપ્રેસમાં 30 કામકાજના દિવસમાં પ્રસિદ્ધ — નહીં તો પૂરેપૂરું રિફંડ. લેખિત બાંહેધરી →
  • 2017થી · 1,250+ પ્રસિદ્ધ · સરકાર-માન્ય CSC 136237240013 · વડોદરા ઓફિસ

ફક્ત સ્ટેટસ જોવું છે? આ પેજ પર આપેલું સરકારી પોર્ટલ મફત છે. અમે ફક્ત અમારા દ્વારા ફાઇલ થયેલી અરજીઓનું જ સ્ટેટસ જોઈ શકીએ.

🔒 તમારા દસ્તાવેજો ફક્ત અમારી વડોદરા ઓફિસમાં જ જાય છે, ફક્ત તમારી અરજી માટે વપરાય છે અને પ્રસિદ્ધિ પછી વિનંતી પર કાઢી નખાય છે.

સ્ટેટસ

અરજીનું સ્ટેટસ કેવી રીતે જોવું? (પોર્ટલનું ટ્રેકર)

હવે સરકારી પોર્ટલ પર નામ-ફેરફારની અરજી કયા તબક્કે છે તે જાતે જોઈ શકાય છે — લોગિન વગર, મફત. તમે અમારી પાસે અરજી કરી હોય કે બીજે, રીત એક જ છે:

  1. 1 — પોર્ટલ ખોલો. egazette.gujarat.gov.in પર મેનુમાં Name/Birthdate Change Search → Name/Surname Change Search ખોલો.
  2. 2 — કોઈ પણ એક વિગત ભરો — અરજી નંબર (Application No.), અરજીમાં લખેલો મોબાઇલ નંબર, જૂનું પૂરું નામ/અટક કે નવું પૂરું નામ/અટક — અરજી ફોર્મમાં લખ્યું હતું તે જ જોડણીમાં, અક્ષરશઃ. અરજી નંબર કે મોબાઇલ નંબર સૌથી સલામત છે.
  3. 3 — "Search / શોધો" દબાવો. પરિણામમાં Application Status દેખાશે — નીચેના ચાર તબક્કામાંથી એક — સાથે Status અને Remark.
તબક્કોઅર્થતમારે શું કરવું
Inwardઅરજી મળી ગઈ છે અને સિસ્ટમમાં નોંધાઈ છે.કંઈ નહીં — રાહ જુઓ.
Verificationપ્રેસ ફોર્મ, સોગંદનામું અને દસ્તાવેજો તપાસે છે. જોડણીનો ફરક કે ખૂટતો કાગળ અહીં પકડાય છે.સામાન્ય છે — રાહ જુઓ; અઠવાડિયાં નીકળે તો Remark જુઓ.
Approve / ReturnApprove = મંજૂર, આવતા અંકમાં છપાશે. Return = પાછી મોકલી — Remarkમાં કારણ લખ્યું હોય.Return હોય તો Remark મુજબ સુધારીને ફરી રજૂ કરો.
Publishedતારીખવાળા અંકમાં છપાઈ ગયું — આ જ અંતિમ તબક્કો.Recent Gazetteમાંથી એ અંકની આખી PDF ડાઉનલોડ કરો — એ જ પુરાવો.

"No records found" આવે તો મોટા ભાગે લખેલી વિગત ફોર્મ સાથે અક્ષરશઃ મળતી નથી — મોબાઇલ નંબરથી ફરી શોધો, પછી અરજી નંબરથી. Return આવ્યું હોય તો Remark ધ્યાનથી વાંચો. અમારા મારફતે ફાઇલ થયેલી અરજીમાં એ સુધારો અમે મફતમાં કરીએ છીએ; બીજે ફાઇલ થયેલી અરજી સુધારવી એ પેઇડ કામ છે. અમારા ગ્રાહકોને આ કરવાની જરૂર જ નથી પડતી — છપાય એ જ ઘડીએ અમે PDF મોકલી દઈએ છીએ.

લોગિન ક્યારે જોઈએ?

શોધવા, સ્ટેટસ જોવા કે ડાઉનલોડ કરવા લોગિનની જરૂર નથી. પોર્ટલનું Login (New User Register Here) ફક્ત ઓનલાઇન અરજી કરવા માટે છે. Online Payment મેનુમાં Change of Name/Surname પેજ પર સરકારી ફીના વિકલ્પો દેખાય છે — ₹300 (Annexure-1, સાધારણ ગેઝેટ), ₹1,000 (Annexure-3, સાધારણ, એક નામ), ₹2,500 (Annexure-2, અસાધારણ, એક નામ) — રકમ સરકાર દ્વારા નોન-રિફંડેબલ (અમારા દ્વારા ફાઇલ કરો તો આ ફી પણ અમારી લેખિત બાંહેધરી હેઠળ આવરી લેવાય છે); કયું Annexure લાગુ પડે તે કેસ પર આધાર રાખે છે. (ઓગસ્ટ 2026માં પોર્ટલ પર જોયા મુજબ.) ઓનલાઇન જાતે કરવું શક્ય છે — પણ સોગંદનામું અને જોડણીનો મેળ ખોટાં હોય તો અરજી Return થાય છે; એ જ કામ અમે કરી આપીએ છીએ.
ડાઉનલોડ

ડાઉનલોડ — 5 પગલાં

  1. 1 — પોર્ટલ ખોલો. egazette.gujarat.gov.in — .gov.in સરનામું જ અસલી છે. તાજા અંકો માટે Recent Gazette ખોલો (તારીખ, અંક નંબર, ભાગ અને Download બટન); જૂના અંકો માટે Search Gazette Here! (પ્રેસ, પ્રકાર, ભાગ, તારીખ).
  2. 2 — વિભાગ/ભાગ પસંદ કરો. વ્યક્તિગત નામ-ફેરફાર જાહેરનામાં અલગ ભાગમાં હોય છે.
  3. 3 — તારીખ/શબ્દથી શોધો. અંદાજિત મહિનો ખબર હોય તો શોધ ઝડપી બને.
  4. 4 — અંક ખોલી નામ શોધો. PDFમાં Ctrl+F વાપરો — અંક લાંબા હોય છે.
  5. 5 — આખી PDF સાચવો. સ્ક્રીનશોટ નહીં — આખી, વગર-છેડછાડની PDF જ પુરાવો છે. બે જગ્યાએ બેકઅપ રાખો.
મફત · સરકારી પોર્ટલ · લોગિન વગર

તમારું સ્ટેટસ જાતે એક મિનિટમાં જુઓ

આખું ફોર્મ ભરવાની જરૂર નથી — અરજીમાં લખી હતી એ જ રીતે કોઈ એક વિગત (સૌથી સહેલું: મોબાઇલ નંબર) લખો, બાકીનાં ખાનાં ખાલી રાખો અને Search દબાવો.

નામ/અટક ફેરફાર શોધ (Name/Surname Change Search) →
નામ કે અટક ફેરફારની અરજીનું સ્ટેટસ. મોટા ભાગનાને આ જ જોઈએ.
જન્મતારીખ ફેરફાર શોધ →
જન્મતારીખ ફેરફારની અરજીનું સ્ટેટસ.
તાજા અંકો (Recent Gazette) →
છપાઈ ગયા પછી અંકની PDF ડાઉનલોડ કરવા.

egazette.gujarat.gov.in — સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી નિયામકની કચેરી, ગુજરાત સરકાર. વાપરવું મફત છે. અમે સરકાર નથી અને આ માટે કોઈ ફી લેતા નથી.

હજુ પણ અટવાયા છો?

તમે અમારા મારફતે ફાઇલ કર્યું છે

તો તમારો અરજી નંબર અને ફાઇલ કરેલી જોડણી અમારી પાસે જ છે. મેસેજ કરો, અમે સ્ટેજ જણાવીશું — હંમેશાં મફત.

અમને પૂછો — મફત
બીજે ફાઇલ કર્યું અને કોઈ જવાબ નથી

ઉપરની સરકારી લિંકથી શરૂ કરો — બીજે ફાઇલ થયેલી અરજી જોવાનો એ જ એક રસ્તો છે, અને એ મફત છે. બીજે ફાઇલ થયેલી અરજીનું સ્ટેટસ અમે જોઈ શકતા નથી, એટલે સ્ટેટસ માટે અમને ન મોકલશો. અરજી Return થઈ હોય કે ફાઇલ કરનાર જવાબ ન આપતા હોય, તો એ સુધારવું પેઇડ કામ છે — કેસ-રિવ્યૂ, મફત તપાસ નહીં.

પેઇડ કેસ-રિવ્યૂ વિશે પૂછો
પ્રશ્નો

વારંવાર પૂછાતા પ્રશ્નો

અરજીનું સ્ટેટસ ઓનલાઇન કેવી રીતે જોવું?
egazette.gujarat.gov.in પર Name/Birthdate Change Search → Name/Surname Change Search ખોલો, અરજી નંબર કે અરજીમાં લખેલો મોબાઇલ નંબર ભરી Search દબાવો — Inward, Verification, Approve/Return કે Published દેખાશે. લોગિનની જરૂર નથી. Published હોય તો Recent Gazetteમાંથી PDF ડાઉનલોડ કરો; Return હોય તો Remark મુજબ સુધારો.
ગેઝેટ ડાઉનલોડ કરવાના પૈસા લાગે?
ના — સરકારી પોર્ટલ પરથી જોવું અને ડાઉનલોડ કરવું સાવ મફત છે. 'PDF અનલૉક' કરવાના પૈસા માગતી સાઇટથી ચેતવું.
મારું નામ કેમ નથી મળતું?
મોટા ભાગે હજી છપાયું નથી હોતું — પહેલાં ટ્રેકરમાં તબક્કો જુઓ: Inward કે Verification એટલે હજી કતારમાં છે, Return એટલે સુધારા માટે પાછી આવી છે. Published હોય અને તોય ન મળે તો જોડણી, ભાગ કે તારીખ-રેન્જ ચકાસો.
PDF જ પુરાવો છે — કોઈ અલગ 'સર્ટિફિકેટ' નથી?
બરાબર. પ્રકાશિત ગેઝેટ PDFમાં જ સરકારી હેડર, તારીખ અને તમારું જાહેરનામું છે — બેંક, પાસપોર્ટ, શાળા બધે એ જ ચાલે છે.
મદદ જોઈએ છે?

તમારું કામ આજે જ શરૂ કરીએ?

તમારી પરિસ્થિતિ જણાવો — અમે પ્રામાણિક માર્ગદર્શન આપીશું, અને એ પણ કહીશું કે ગેઝેટ ખરેખર જરૂરી છે કે નહીં. કોઈ દબાણ નહીં. મોટા ભાગનું કામ વોટ્સએપ પર, ઘરે બેઠાં થાય છે.

કૉલ કરો: +91 94267 80195

ઝડપી પૂછપરછ

તમારા કેસની મફત ચકાસણી કરાવો

નીચેની વિગતો ભરો — અમે સામાન્ય રીતે એ જ કામકાજના દિવસે WhatsApp પર જવાબ આપીએ છીએ.

કોઈ સ્પામ નહીં, કોઈ જવાબદારી નહીં. તમારી વિગતો ફક્ત અમારી વડોદરા ઓફિસ સુધી જ પહોંચે છે.

🛡️ અમારી લેખિત સમય-બાંહેધરી

નોર્મલ પ્લાન: તમારું ગુજરાત ગેઝેટ 60 કામકાજના દિવસમાં. એક્સપ્રેસ: 30 કામકાજના દિવસમાં — સંપૂર્ણ ચુકવણી અને અરજી નંબર જનરેટ થયાની તારીખથી ગણતરી. સરકારી પ્રેસની ચોક્કસ તારીખ કોઈ નક્કી કરી શકતું નથી — એટલે ખોટા વચનને બદલે અમે સાચો ઉપાય આપીએ છીએ: જો અમે સમય ચૂકીએ, તો તમે ચૂકવેલી 100% રકમ 24 કલાકમાં પરત — અને તમારું ગેઝેટ કોઈ વધારાના સર્વિસ ચાર્જ વગર પૂરું પણ કરીશું. મોટા ભાગનાં અમારાં ફાઇલ કરેલાં ગેઝેટ સામાન્ય રીતે ફાઇલિંગ પછી લગભગ 15 દિવસમાં પ્રકાશિત થાય છે — 60/30 કામકાજના દિવસ એ તમારી લેખિત સલામતી-મર્યાદા છે. આ બાંહેધરી તમને ક્વોટ સાથે લેખિતમાં મળે છે. અમારી જાણમાં આવી લેખિત બાંહેધરી બીજી કોઈ ગેઝેટ સેવા આપતી નથી — એક દાયકાના કેસ-અનુભવના કારણે અમે આપી શકીએ છીએ.

સંપૂર્ણ બાંહેધરી વાંચો →
💬 📞
📞 કૉલ 💬 વોટ્સએપ