🛡️ લેખિત સમય-બાંહેધરી: નોર્મલ 60 કામકાજના દિવસ · એક્સપ્રેસ 30 કામકાજના દિવસ — નહીંતર ચૂકવેલી સંપૂર્ણ રકમ પરત અને ગેઝેટ પણ પૂરું કરીશું  બાંહેધરી વાંચો →🛡️ લેખિત સમય-બાંહેધરી: નોર્મલ 60 કામકાજના દિવસ · એક્સપ્રેસ 30 કામકાજના દિવસ — નહીંતર ચૂકવેલી સંપૂર્ણ રકમ પરત અને ગેઝેટ પણ પૂરું કરીશું  બાંહેધરી વાંચો →🛡️ લેખિત સમય-બાંહેધરી: નોર્મલ 60 કામકાજના દિવસ · એક્સપ્રેસ 30 કામકાજના દિવસ — નહીંતર ચૂકવેલી સંપૂર્ણ રકમ પરત અને ગેઝેટ પણ પૂરું કરીશું  બાંહેધરી વાંચો →
📞 +91 94267 80195 🕒 સોમ–શનિ, સવારે 10 – સાંજે 7
★★★★★ 5.0 · 16 ગ્રાહકો દ્વારા રેટ કરાયેલ · Google સમીક્ષાઓ
હોમ› સંપૂર્ણ માર્ગદર્શિકા
A થી Z માર્ગદર્શન

ગુજરાત ગેઝેટ નામ ફેરફાર — સંપૂર્ણ માર્ગદર્શિકા

કોને ગેઝેટ જોઈએ, કયા દસ્તાવેજ લાગશે, પ્રક્રિયા શું છે, કેટલો ખર્ચ-સમય થશે અને પ્રકાશન પછી શું કરવું — બધું એક જ પાને, સીધી ગુજરાતીમાં.

🗓️ Updated: July 20261250+ અરજીઓમાં સહાય9+ વર્ષનો અનુભવસરકાર-માન્ય CSC

કૉલ કરો: +91 94267 80195

પહેલો સવાલ

ગેઝેટ ક્યારે જરૂરી છે — અને ક્યારે નહીં

ખરેખર નામ કે અટક બદલવાં હોય — લગ્ન, છૂટાછેડા, અંકશાસ્ત્ર, ધર્મ-પરિવર્તન કે અંગત પસંદગીથી — તો ગેઝેટ જ સર્વમાન્ય માર્ગ છે. પણ દસ્તાવેજમાં ફક્ત નાની કારકુની ભૂલ હોય (દા.ત. આધારમાં એક અક્ષર ખોટો) તો ઘણી વાર જે-તે વિભાગમાં સીધો સુધારો પૂરતો હોય છે.

આ ફરક સમજવો પૈસા બચાવે છે — એટલે અમે પહેલા મફત સલાહમાં એ જ તપાસીએ છીએ કે તમને ગેઝેટ જોઈએ છે કે નહીં. ન જોઈતું હોય તો સ્પષ્ટ ના કહીશું.

તૈયારી

કયા દસ્તાવેજ જોઈશે?

સામાન્ય કેસમાં:

પગલાં

પ્રક્રિયા — શરૂઆતથી પ્રકાશન સુધી

  1. 1 — નવા નામની અંતિમ જોડણી નક્કી કરો. એક વાર નક્કી કરી બધે એ જ અક્ષરે-અક્ષર વાપરવાની છે.
  2. 2 — સોગંદનામું. ઈ-સ્ટેમ્પ પર ડ્રાફ્ટ, તમારી મંજૂરી, પછી નોટરી.
  3. 3 — અરજી તૈયાર અને ફાઇલ. દરેક વિગત દસ્તાવેજો સાથે અક્ષરશઃ મેળ ખાય તે રીતે.
  4. 4 — અખબાર જાહેરાત (લાગુ હોય તો). તમારી મંજૂરી પછી, અખબારના દરે.
  5. 5 — પ્રકાશન. સરકારી પ્રેસ તમારું જાહેરનામું તારીખવાળા અંકમાં છાપે.
  6. 6 — PDF ડાઉનલોડ. એ પ્રકાશિત PDF જ તમારો કાયમી પુરાવો છે — સાચવીને રાખો.
વિડિયો

ટૂંકા ગુજરાતી વિડિયો — સ્ટેટસ, PDF અને Return

સરકારી પોર્ટલ પર જાતે શું જોઈ શકાય — એક-એક મિનિટમાં.

ગેઝેટ અરજીનું સ્ટેટસ જાતે ચેક કરો · 1 મિનિટ

ગેઝેટ PDF ડાઉનલોડ — Recent Gazette + Search · 52 સેકન્ડ

સ્ટેટસ "Return" બતાવે છે? આનો અર્થ આ છે · 55 સેકન્ડ

YouTube પર બધા વિડિયો જુઓ →

પ્રકાશન પછી

ગેઝેટ પછી — સાચો ક્રમ

પ્રકાશન પછી દસ્તાવેજ અપડેટનો ક્રમ મહત્ત્વનો છે: પહેલા આધાર, પછી પાન (આધાર સાથે મેચ થાય એ રીતે), પછી પાસપોર્ટ (રિઈશ્યૂ), પછી બેંક KYC, અને છેલ્લે મિલકત-રેકોર્ડ વગેરે. ખોટા ક્રમે જશો તો એક દસ્તાવેજ બીજા સાથે મેચ નહીં થાય અને અરજી અટકશે.

અમારી ફી સંપૂર્ણ પારદર્શક છે: નોર્મલ પ્લાન ₹3,000 (60 કામકાજના દિવસમાં) અને એક્સપ્રેસ પ્લાન ₹5,500 (30 કામકાજના દિવસમાં) — બંને ઓલ-ઇન્ક્લુઝિવ, કોઈ છુપા ચાર્જ નહીં. અરજી સબમિટ થયાના 24–48 કલાકમાં અરજી નંબર અને ટ્રેકિંગ મળે છે.

ગેઝેટમાં કઈ વિગતો પ્રસિદ્ધ થતી નથી

દરેક ફેરફાર ગેઝેટમાં છપાતો નથી. નીચેના છ પ્રકારની માગણી સરકાર પ્રસિદ્ધ કરતી નથી — તમારો કેસ આમાંનો હોય તો ગુજરાત ગેઝેટ યોગ્ય રસ્તો નથી, ભલે કોઈ “કરાવી આપવાની” વાત કરે.

નીચેની વિગતોને ગેઝેટ (રાજપત્ર)માં પ્રસિધ્ધિ આપવામાં આવતી નથી

  1. જ્ઞાતિ-પેટા જ્ઞાતિને પ્રસિધ્ધિ આપવામાં આવતી નથી.
  2. જન્મ સ્થળ ફેરફાર કરવા અંગેની નોટિસને પ્રસિધ્ધિ આપવામાં આવતી નથી.
  3. અવસાન પામેલા વ્યક્તિઓના નામ ફેરફારના કિસ્સામાં પ્રસિધ્ધિ આપવામાં આવતી નથી.
  4. ગુમ થયેલા વ્યકિતના નામમાં ફેરફાર કરવાની માંગણી સ્વીકારવામાં આવતી નથી.
  5. અરજદારના નામ આગળ સંબોધવામાં આવતા વિશેષણ/પદવી/ઉપનામ વિગેરેના ઉલ્લેખ સાથે નામમાં ફેરફારને પ્રસિધ્ધિ આપવામાં આવતી નથી.
  6. વિદેશી નાગરિકના નામ/અટક બદલી અંગેના ફેરફારને પ્રસિધ્ધિ આપવામાં આવતી નથી.

નોંધ: દરેક OCI કાર્ડધારક વિદેશી નાગરિક છે, એટલે મુદ્દો 6 તેમને પણ લાગુ પડે છે. પૈસા ભરતાં પહેલાં તમારો કેસ અમને જણાવો — ગેઝેટ પ્રસિદ્ધ ન થાય એવો કેસ હોય તો અમે સ્પષ્ટ કહીશું અને સાચો રસ્તો બતાવીશું.

સ્રોત: નામ-ફેરફાર અરજદારો માટેની સરકારી સૂચનાઓ (સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી નિયામકની કચેરી, ગુજરાત). મુદ્દા 1–3 સત્તાવાર ઈ-ગેઝેટ FAQમાં પણ છે.

પ્રશ્નો

વારંવાર પૂછાતા પ્રશ્નો

સોગંદનામું જાતે બનાવી શકાય?
ટેક્નિકલી હા, પણ મોટા ભાગનાં રિજેક્શન સોગંદનામા અને અરજી વચ્ચેની નાની અસંગતતાથી થાય છે — જોડણી, પિતા/પતિનું નામ, સરનામું. અમે રોજ આ જ કરીએ છીએ, એટલે પહેલી વારમાં સાચું થાય છે.
જૂના દસ્તાવેજ માન્ય રહેશે?
હા. જૂના નામવાળા દસ્તાવેજ રદ નથી થતા — ગેઝેટ સાબિત કરે છે કે બંને નામ એક જ વ્યક્તિનાં છે, એટલે જૂના રેકોર્ડ સાથે તમારો સંબંધ કાયમ રહે છે.
ગેઝેટની માન્યતા કેટલા સમયની?
ગેઝેટ જાહેરનામું કાયમી રેકોર્ડ છે — તેની કોઈ 'એક્સપાયરી' નથી. વર્ષો પછી પણ એ જ PDF પુરાવા તરીકે ચાલે છે.
મદદ જોઈએ છે?

તમારું કામ આજે જ શરૂ કરીએ?

તમારી પરિસ્થિતિ જણાવો — અમે પ્રામાણિક માર્ગદર્શન આપીશું, અને એ પણ કહીશું કે ગેઝેટ ખરેખર જરૂરી છે કે નહીં. કોઈ દબાણ નહીં. મોટા ભાગનું કામ વોટ્સએપ પર, ઘરે બેઠાં થાય છે.

કૉલ કરો: +91 94267 80195

ઝડપી પૂછપરછ

તમારા કેસની મફત ચકાસણી કરાવો

નીચેની વિગતો ભરો — અમે સામાન્ય રીતે એ જ કામકાજના દિવસે WhatsApp પર જવાબ આપીએ છીએ.

કોઈ સ્પામ નહીં, કોઈ જવાબદારી નહીં. તમારી વિગતો ફક્ત અમારી વડોદરા ઓફિસ સુધી જ પહોંચે છે.

🛡️ અમારી લેખિત સમય-બાંહેધરી

નોર્મલ પ્લાન: તમારું ગુજરાત ગેઝેટ 60 કામકાજના દિવસમાં. એક્સપ્રેસ: 30 કામકાજના દિવસમાં — સંપૂર્ણ ચુકવણી અને અરજી નંબર જનરેટ થયાની તારીખથી ગણતરી. સરકારી પ્રેસની ચોક્કસ તારીખ કોઈ નક્કી કરી શકતું નથી — એટલે ખોટા વચનને બદલે અમે સાચો ઉપાય આપીએ છીએ: જો અમે સમય ચૂકીએ, તો તમે ચૂકવેલી 100% રકમ 24 કલાકમાં પરત — અને તમારું ગેઝેટ કોઈ વધારાના સર્વિસ ચાર્જ વગર પૂરું પણ કરીશું. મોટા ભાગનાં અમારાં ફાઇલ કરેલાં ગેઝેટ સામાન્ય રીતે ફાઇલિંગ પછી લગભગ 15 દિવસમાં પ્રકાશિત થાય છે — 60/30 કામકાજના દિવસ એ તમારી લેખિત સલામતી-મર્યાદા છે. આ બાંહેધરી તમને ક્વોટ સાથે લેખિતમાં મળે છે. અમારી જાણમાં આવી લેખિત બાંહેધરી બીજી કોઈ ગેઝેટ સેવા આપતી નથી — એક દાયકાના કેસ-અનુભવના કારણે અમે આપી શકીએ છીએ.

સંપૂર્ણ બાંહેધરી વાંચો →
💬 📞
📞 કૉલ 💬 વોટ્સએપ